Tuesday, August 2, 2011

તડકાનો તેજાબ 1


તીખા તડકામાં શેકાતી
આ નગરની સડકોના
પીગળતા ડામરમાં ઓગળતા
કાળા ભમ્મર લોહીમાં
મેં સહસા નીરખી લીધાં છે:
ઓમ,
તારક,
ત્રિશુળ,
કિરપાણ...

કાલે એ બધાં ભેગાં મળીને
મને પાગલ ઘોષિત કરે એ પહેલાં
હું આ નગરનો નકશો બદલવા માગું છું.

No comments:

Post a Comment