Tuesday, August 2, 2011

અંગ્રેજોની ઓલાદ



હરિજનોને અનામત આપવાથી
કાર્યક્ષમતા અને ગુણવત્તા પર માઠી અસર પડે છે
મારી ઝુંપડી આગળ ઉભેલું ટોળું
ગંદી ગાળ સાથે આ શબ્દો ઉચ્ચારે છે.
થોડેક દૂરથી
સળગતી ઝુંપડીનો ફોટો લેતાં પીળો પત્રકાર
આવતી કાલની હેડલાઇન મનોમન વિચારે છે:
અનામતને લીધે અટકી ગયેલી આગેકૂચ.
બાજુમાં ઉભેલો ન્યાયમૂર્તિ
ટોળાના નાગરિક અધિકારો વિષે
બંધારણની કલમો ફંફોસે છે.
ને મારું હૈયું ચિત્કારી ઉઠે છે.
હે અંગ્રેજી ઓલાદ
જંગલી કાળિયાઓના હાથમાં
હિન્દુસ્તાનની બાગડોર સોંપતી વેળાએ
કાર્યક્ષમતા અને ગુણવત્તા ઉપર
તારાથી પણ વિશેષ આંસુ
શ્વેત સવર્ણોએ વહાવ્યાં હતાં!

1 comment:

  1. સરસ અને સુંદર, મિજાજ સાથે શાશ્વત મૂલ્યબોધની દલિત કવિતા બને છે. ફરી અભિનંદન... દલિતસાહિત્યનો સૂર અને સંદેશ મુખ્યત્વે ત્રણ બાબતોમાં હું જોઉ છું.. (1) પૂર્વગ્રહોને કારણે અસમાનતા, અન્યાય અને અપમાનનો સામનો કરતો અવાજ. (2) પ્રગતિશીલતાવાળી માનસિકતાનો સ્વીકાર અને (3)પ્રેમ સગાઇનો મહિમા. કરુણાનાં કિર્તન-શ્લોક-ગીત-ભજનથી ના સુધરતો વિકૃતિઅ માન સામેનો આ અવાજ છે.મને એ મહત્વની લાગે છે.

    ReplyDelete