Tuesday, August 2, 2011

સ્વગતોક્તિ



તમે મને ઢેડો કહીને બોલાવી શકો છો.
હું તમારા પર ગુસ્સે થવાનો નથી.
મને ખબર છે શબ્દો ક્યારેય અનાવ્રુત્ત નથી હોતા.
મને તો માત્ર તમારી દયા આવે છે.
દયા, દીવાલ આગળ માથું પછાડતી ભેંસને જોતાં આવે તેવી.
મને ગળા સુધી ખાતરી છે
તમે ઉગાડેલા ધિક્કારના ઘાસ પર
મોડા વહેલાં સમયનાં ખારાં પાણી ફરી જ વળવાનાં છે.
એટલું જ કે
અન્યાય અને દમનને
આ ધરતી પરથી નાબુદ કરવા જતાં
ક્યાંક તમને જ નાબુદ ન કરી દઉં
એ વિચારથી જ હું ભયભીત છું.

No comments:

Post a Comment