Tuesday, August 2, 2011

ઢેડવાડો




તારા ફાસીવાદી આકાશનીચે
ધીમેથી હાંફે છે આતંકિત ઢેડવાડો
કહોવાયેલા રોટલાની ફૂગ કહો
કે કહો મરૂભૂમિમાં નંદનવન
ગટગટાવી જાય છે બધી ઉપમાઓ
એકીસાથે લઠ્ઠાની જેમ
ફૂટપાથની ધારે રગદોળાતો ઢેડવાડો.
ક્યારેક હસતો ખડખડાટ- ધ્રૂજતું  સવર્ણઆકાશ.
અસ્તિત્વનો બનાવી તરાપો
વહી જાય વેદનાના ધોધમાં
લઇ બાથમાં
ફાટેલા  કાગળ, તૂટેલા કાચ
પ્લાસ્ટિક-લોખંડનો ભંગાર.
નવસર્જનનાં ઘડે હથિયાર અધીરો, એકલવીર ઢેડવાડો.
એકમેક પર ચપોચપ ગોઠવાયેલી ખાટલીઓ,
ડામચિયા  પર પહેરી બદલીયું કણસતો સમય
પોતાની સરહદોમાં શિષ્ટતાપૂર્ણ
અગમ્યપણે કરતો બળાત્કાર ભદ્રતા પર
સંબંધોની સાવ જુદી ત્રિરાશી માંડી બેઠો
અદ્રશ્ય દિવાલો પાછળ હિજરાતો મૂંગોમંતર ઢેડવાડો.

No comments:

Post a Comment