Tuesday, August 2, 2011

હોંચી... હોંચી...હોંચી



આ સર્ રીયાલીસ્ટ કઈ  લિપસ્ટક્નું નામ છે. રઘલા?
પોએટ્રી આ પચપચતી
ઊંધુ મેલી રવરવતી રાં..દુનિયાને ન જોતી
ગગાની માનું થેપાડું, મારી ધોતી
માંકણ મેલે ટસિયા, પરસેવાથી સડતી
દીવાટાણે તેલ દોહ્યલું, કેરોસીનનો કકળાટ
પબ્લીક જાજરૂ પાસે કરતા શબ્દો બણબણાટ
શબ્દો મારા શોધે પગલી
પગલી સાલી ગૂમ!
ખેતર ખોળે
           ખરતી રાતે
                       ભૂખ્યા પેટે
                                   ભૂંકે મારા પ્રાણ!
 હોંચી... હોંચી...હોંચી... હોંચી... હોંચી...

No comments:

Post a Comment