Tuesday, August 2, 2011

ખાડો



મારી મા છે સીધીસાદી કામવાળી.
પરકે ઘેર જે સાધનથી એ કપડાં ધૂવે છે
એનાથી સહેજ મોટાં સાધનો લઇને
બે માણસો એક મેદાન પર
આમથી તેમ દોડાદોડી કરે છે.
એમને જોવા એકઠું થયેલું હજારોનું ટોળું
સરકસનાં પ્રાણીઓની જેમ ચેનચાળા કરે છે.
ઇતિહાસે શીખવ્યું હતું:
બાબુલોકો અઢીસો વરસ રાજ કરતા ગયા
અને પાછળ પોતાની હગાર મૂકતા ગયા છે.
આજે કોઇ મને પૂછતું નથી
કે બેટા, તારો ને તારી માના પેટનો ખાડો
  સ્ટેડિયમના ખાડા કરતાં પણ
શું એટલો બધો મોટો છે
કે કદી પૂરાતો નથી?

No comments:

Post a Comment