Tuesday, August 2, 2011

સધીમા

















નાતરે આવેલી નવોઢા
ગઇ સધીમાના થાનકે
ચડાવ્યાં કુમકુમ ને અક્ષતચોખાના  દાણા.
વધેર્યું શ્રીફળ અને ધર્યો પરસાદ.
શેરમાટીની ખોટ પૂરવા
માગ્યો ખોળાનો ખૂંદનાર.
ઢળતી વયની ટેકણલાકડી
મુજ ગરીબનો આધાર.
વંદી નતમસ્તકે
આરતભરી નજરે
સધીમા- શ્રદ્ધાબિંદુ!
ગર્ભદ્વારમાંથી આવ્યો ગેબી અવાજ
હું આવીશ દીકરી તારા ઘેર
બનીને રૂપાંદે, રૂપ રૂપનો અંબાર, ચંદ્રમાનું તેજ.
પલટવા મારા નૂગરા નસીબને
વિધાતાથી ક્રૂર આ સમાજે લખેલા
ચિતામાં જીવતા જલવાના લોહિયાળ લેખને!.

No comments:

Post a Comment