Tuesday, August 2, 2011

ક્યામતનું ગીત



સરગનું ગાજર
લટકે આગળ
પસીનો મારી પૂંઠેથી
અડધે દોડું અડધે થોભું
મારગડો કંટાળોજી.
આભથી ઓલ્યા હાંક મારે કૈં દેવદૂતો સૌ ડાહ્યાજી
કથની કેવી ક્યામતની કબાબ જેવી લાગે જી.
ખાલ ઉતરે આકાશની અને ભડકે નર્ક-અગ્નિ
દટાયેલી છોકરી પૂછે , કહાં મેરી નથની?
નથની બોલે, જમીં પરસે જાઓગી કૈસે જન્નતમેં?
લડકીકે લિયે જગા નહીં હૈ જન્નત બના હૈ મરદાના.
ગર્ભધારીણી ઊંટડીઓ પર બેસી આવે ડોસો
દૂઝતાં છાલાં દાતરડાનાં હાથે એના જોશો.
ભલા થઇને જીવનારાની કાપી કોમળ પાંખો
શોષણની ભઠીમાં સળગે શ્રમજીવીની આંખો
આંખો આગળ
લટકે ગાજર
ગાજર હાંકે ગાડરિયા
ગાડરિયા ભૈ ગાડવા વહેંચે
માગણ માથે ગાડવા મૂકે
ભૂખ્યા માટે ભાખરી મૂકે
કૂતરા કાજે કકડો મૂકે
કોઢિયા કાજે કોકડી મૂકે
ટૂંટિયા માટે ટૂકડો મૂકે
કૂટણી સાટુ કમખો મૂકે
કમખે બાંધ્યું આખું રાજ
રાજ પછવાડે દુનિયા ફૂલે
દુનિયા ફૂલે, દુનિયા ફૂલે, ફોગટના સૌ ફેરા
પાછો વળજે, પાછો વળજે, ફોગટિયા મહારાજા
ખાધે ખાડો પેટમાં પડશે , ખા ધરમના ખાજા.

No comments:

Post a Comment