Tuesday, August 2, 2011

માર્ક્સ













એણે પ્રથમવાર એક નિષ્પક્ષ વિજ્ઞાનમાં પૂર્વગ્રહનાં બીજ નાખ્યાં.
દુનિયાની એક અસહાય લઘુમતીને શોષકનું બિરૂદ મળ્યું.
સંવેદનાહીન કસાઇ, દંભી બિલાડીઓ,
બધાં માટે આવો માનવીય પ્રકોપ અણધાર્યો , પીડાદાયક બન્યો.
પ્રક્રુતિનાં કાર્યોમાં આ સીધો હસ્તક્ષેપ હતો.
પ્રુથ્વી હવે ગાયના મૂતરમાંથી પેદા થવાની ન હતી.
દેવતાઓ
ફૂલોની આસપાસ ઉડતી મધમાખીઓ જેટલાય ઉદ્યમી ન રહ્યા.
આસ્તેથી વરાહાવતાર અને મનુ વૈવસ્વત
બળકોની પોથીઓમાં ઉદગાર ચિહ્ન બની ગયા.
એ કૂટપ્રશ્ન હતો, બુદ્ધિહીન લાલચુઓ માટે.
એ જુટ્ઠો હતો , એકાક્ષી જાદુગરથી સંમોહિત દર્શકો માટે.
વારંવાર કાંચળી બદલતા સાપને તાણી જવા
સહસા ઉમટ્યું લાલ કીડીઓનું ધાડું.
ગાંડ નહીં ધોવાની જમણા હાથની પવિત્રતા પીગળી ગઇ.
પૂર હવે માનવસર્જિત બન્યાં અને આંધીઓ રાજસત્તાનાં કાવત્રાં.
જ્યાં સત્ય બની ગયું એક પારદર્શી પીડા,
નગ્નતા બચી ગઇ માત્ર મંદિરોનાં શિલ્પમાં.
બેવકૂફ મહારાજાઓ અને વિશ્વવિજયની  ઘેલછામાંથી બહાર આવી
ઇતિહાસે ઘોષણા કરી:
દરેક પાસેથી એની શક્તિ મુજબ,
દરેકને એની જરૂરિયાત મુજબ!

No comments:

Post a Comment