Tuesday, August 2, 2011

હાઇકુ સપ્તક

કમળ ખીલ્યું
સવર્ણપંક મહીં
આ ઢેઢવાડો.

સુવર્ણમેખ
સવર્ણ થાળી મહીં
આ ઢેઢવાડો

ગૂંગું ચોંટ્યું
શિશુલલાટે સ્વચ્છ
આ ઢેઢવાડો 

હાથમાં ઝાડુ
ને તોય મેલોદાટ
આ   વાડો

વિધવા સ્ત્રીના
કંકણતણી કચ
આ ઢેઢવાડો 

ટાપુ અટૂલો
સવર્ણઅબ્ધિમહીં
આ ઢેઢવાડો

No comments:

Post a Comment