Tuesday, August 2, 2011

એંગલ










આ તરફ
સહેજ નીચે
ફૂટ્પાથની ધાર ઉપર
એંગલ ગોઠવાયો છે બરોબર!
મરી ગયેલી ભિખારણની સડેલી લાશ
સીદી સૈયદની જાળીની કલાત્મકતામાં કેવો વધારો કરે છે!
તડકામાં શેકાઇને કાળી પડી ગયેલી એની ચામડી જોઇને
તમારા મનમાં તાજમહાલના સંગેમરમર ઝળુંબી જાય
તો કદાચ
તમને સંવેદનશીલ કહેવા હું મજબૂર થઇ જઇશ.
પણ
અમદાવાદની બેજાન સડકો પર ભટકીભટકીને
એના પગ પર પડેલા વાઢીયામાંથી દૂઝતા લોહીમાં
પાણીપતનાં મેદાનો ડૂબી ગયેલાં
તમને ન દેખાય
તો હું આ દેશના સમગ્ર ઇતિહાસને
અરબીસમુદ્રમાં ફગાવી દઇશ.

No comments:

Post a Comment