Tuesday, August 2, 2011

વરો



કોમ્પ્યુટર ટેકનોલોજીમાં
હરણફાળ ભરતો ભૂરિયો દેશ.
ફોર્થ જનરેશનની આયાત માટે
વિદેશપ્રવાસે પ્રધાનમંત્રી
વાંચીને અખબારની હેડ્લાઇન
મારા મસ્તિષ્કમાં ઝબકે
બાળપણનાં પેલાં દ્રશ્યો.

મોટાલોકના આંગણે , વરાટાંકણે
ધાનમાટે લૂંટ મચાવતું ટોળું,
અદ્દલ જાણે ભૂરિયાના દરબારમાં
શકોરું લઇને ભેલો મારો દલિતદેશ!

No comments:

Post a Comment