Tuesday, August 2, 2011

બે મરજીવા



બે મરજીવા
એકની થાબડે પીઠ
બીજાને જોતાં જ ચડે ચીડ

બે મરજીવા
એક જાય સાગરકિનારે
બીજો ગટરગંગાને  કિનારે

એક પહેરે ઇલેક્ટ્રોનિક્સનાં ફૂલપ્રૂફ બખ્તર
બીજો ઓઢે દારૂની દુર્ગંધનું વસ્ત્ર.

બે મરજીવા
એક જાય અતલ અંધકારની ગુહામાં
બીજો ખૂંદે નર્કાગારની નક્કર ગંદકીના થર.

એકને મળે શુભ્ર શ્વેત મોતી અણમોલ
બીજાને મળે વિષ્ટા વરવી સભ્યતાની.

No comments:

Post a Comment