Tuesday, August 2, 2011

ડાઇંગ ડેક્લેરેશન



ગોરા આંજણાનો કાળિયો ઢેડ જ નહીં
ગામ ગઢડાનો ભટો ગોર પણ મારો માજણ્યો  ભાઇ છે.
રૂષિઓ, હું ત અને સત્યના માર્ગનો યાત્રી નથી.
નાડીઓમાં વહેતા રુધિરનો એક જ રંગ મેં જોયો છે, અને તે લાલ.
રોટલીહીણા હીજરાતા જણની વેદનાનાં
સ્થળ અને કાળમાં એક્સરખાં પરિમાણો પ્રગટ્યાં છે.
જેમના રુંવાડે ભોંકાતી ઠંડીએ
ફાટેલી ગોદડીઓના વર્ણ જોયા નથી.
 ષિઓ, હું જીવતરની દિવાલમાં પાપ પુન્યનાં છીંડાં પાડી શકતો નથી.
મને માત્ર માણસ હોવાનો આઘાત મળ્યો નથી.
બે વરસ પહેલાં ઊટીની ટુરમાં એક જૈફ ચાચાએ કહેલું,
બેટા, ઉપરથી કશું આવતું નથી..
વરસાદનાં વાદળ પણ સમુદ્રનાં પાણીથી બંધાય છે.
...સૌ પ્રથમ હતી ધરતી.
દૂરસુદૂરના પહાડો,નદીઓ, મૂલકો વીંધીને
એ ધરતીની સુગંધ મારી બારીએ આવીને બેસે છે.
મ્રુત્યુની દાઢમાં જકડાયેલી
આઘે, પણે, બાળવિધવા પ્રુથ્વી
વાંઝિયા અવકાશમાં આક્રંદ  કરી રહી છે.
મારા થંભી ગયેલા શ્વાસમાં એનું રુદન ભળે છે.
એ રુદનમાં તરવરતો એક ચહેરો , મારા મ્રુત પિતાનો.
એક ગોરા આંજણાનો  કાળિયો ઢેડ ...
એક ગામ ગઢડાનો ભટ ગોર...

No comments:

Post a Comment