Tuesday, August 2, 2011

એક લેબલકવિતા



માણસ જ્યારે કવિતા લખે
માણસ સાથે સંકળાયેલી બધી ચીજો એમાં આવશે.
અત્તર, ઊંદર, સુરા,સુંદરી;
ઇશ્વર, ગધેડો,ગળફો,ગોદડી;
પૈસો, કાણો,કોમ, કંઠી;
લેબલ, લહિયો, લાગણી  વંઠી
માણસ આંધળો હોય (કે હોય દંભી)
અનુભૂતિની સચ્ચાઇ કંઇ હાથીની સૂંઢ નથી.


No comments:

Post a Comment