Tuesday, August 2, 2011

ડર



હું ડરું છું
ફૂંક મારતાં
ક્યાંક પવન પડી ન જાય.
હું ડરું છું
નિશ્વાસ નાખતાં
ક્યાંક અગ્નિ બળી ન જાય.

હું ડરું છું
આંસુ પાડતાં
ક્યાંક મેઘ સૂકાઇ ન જાય.
સારથી, મારો રથ જમીન પર ચલાવ.

મારે હવે આકાશ સામે હાથ જોડવા નથી.

No comments:

Post a Comment