Tuesday, August 2, 2011

મારો સમાજ


પારકાંની ભૂલો માટે
પોતાની જાતને  કોસતો રહ્યો
જિંદગીભર
મારો સમાજ!
સશક્ત અને હતાશ
વ્યવસ્થાનું પોલાદી ચક્ર ને અપાહીજ.
પોતે શેષનાગ
છતાં રુણભારથી કચડાતો રહ્યો.
પૂજવાલાયક એનાજ પગ હતા.
એ ધૂર્તોની ચરણરજ લેતો રહ્યો.
અથડાતો રહ્યો એક મલકથી બીજા મલક.
એની શાશ્વત હિજરતને ક્યાંય મુકામ ન મળ્યો.
બીજાઓ આપતા રહ્યા
એના અસ્તિત્વનો ચુકાદો
ને એથી જ એ જાતને ધિક્કારતો રહ્યો.
એ ખુદગર્જ નહોતો,
ખુદ્દાર બન્યો નહીં.
ભીતરથી સડતા જતા
એક વિરાટ વ્રુક્ષનો
અવશેષ બની રહ્યો,
આજાર અને આતુર
મારો સમાજ!

No comments:

Post a Comment