Tuesday, August 2, 2011

હું ભંગી છું, સફાઇ કામદાર છું














હું ભંગી છું, સફાઇ કામદાર છું.
સાક્ષરો,આજે મારા ઝાડુથી
તમારાં અવાવરૂ ભેજાં સાફસુથરાં કરવાનો છું.
સદા જાળવ્યું છે તમે કલાત્મક અંતર,
ન માત્ર સાહિત્યમાં; જીવનમાં પણ:
આજે એ અંતરને હંમેશને માટે મીટાવી દેવાનો છું.
તમારા ઉજળિયાત સાહિત્યને ઉજળું બનાવવાનો છું.
હું ભંગી છું, સફાઇ કામદાર છું.
ઉચ્છિષ્ટ, ક્લિષ્ટ વિચારો તમારા
વાળીઝૂડીને ખડક્યો છે ઊંચો
વ્યાકરણથીય દુર્બોધ ઉકરડો.
હવે છાંટી ફિનાઇલ એને સળગાવી મૂકવાનો છું.
હું ભંગી છું, સફાઇ કામદાર છું.
સાક્ષરો, આજે મારા વાળુથી 
તમારી અનુભૂતિની ભૂખ ભાંગવાનો છું.


2 comments: