Tuesday, August 2, 2011

દ્વિજ



હું જ્યારે નાનો હતો
ભાઇભાંડુઓને અંદરઅંદર લડાવીને
ખાઇ જતો રોટલીનો મોટો હિસ્સો
એકલપેટો
હું બ્રાહ્મણ હતો.

થયો સહેજ મોટો
કરતો થયો બળજબરી
ધોલધપાટ  ને મારામારીમાં પ્રવીણ
નિર્દયતાનો અવતાર
લૂંટારો
હું ક્ષત્રિય હતો.
પછી જરી મોટો થયો
પડાવી લેવા અન્યનું
સરળતાથી, સસ્તામાં શીખ્યો.
થયો નિપૂણ શોષણની યુક્તિપ્રયુક્તિઓમાં.
નફરખંધો
હું વૈશ્ય હતો.
હવે બન્યો પરિપક્વ
ઉભો થયો મારા જ પગ ઉપર,
અને સમજ્યો સ્વાવલંબનનું સત્ય.
મહેનતકશ
હું શુદ્ર બન્યો,
હું દ્વિજ બન્યો,
હું માણસ બન્યો.

No comments:

Post a Comment