Tuesday, August 2, 2011

અહીંથી....


આવેગો, તનાવો અને મનોવિક્રુતિઓના અડાબીડ જંગલો વચ્ચે; સમસ્યારૂપ સાક્ષરો અને બેવકૂફ વામણા બુદ્ધિજીવીઓ વચ્ચે; સરકારી અકાદમીઓ અને ખરીદાયેલા લહીયા ટટ્ટુઓ વચ્ચે; વેચાયેલા વૈજ્ઞાનિકો અને વિનાશના વેપારીઓ વચ્ચે તેમજ વિસ્ફોટક રમખાણોની જંગાલિયતો અને યુદ્ધોની બિભત્સ ભૂતાવળો વચ્ચે પણ માનવજાતના ભાવિ વિષે આશાવાદી થવાની હિંમત ધરી શકાય છે. અને તે એટલા માટે નહીં કે ‘ઘણા’ લોકો આવું માને છે . પરંતુ એટલા માટે કે ’થોડાક’ લોકો આવા કમિટમેન્ટ પછી ગાંઠ વાળીને ધ્યેય સારુ ઝઝુમે છે... એમની કર્તવ્યનિષ્ઠા કવિના શબ્દથી પણ વિશેષ બોલકી બને એટલું જ...

રાજુસોલંકી 
અમદાવાદ

આંબેડકર જયંતિ
14 મી એપ્રિલ, 1987

No comments:

Post a Comment