Tuesday, August 2, 2011

શરમ


મારું સર્વસ્વ લૂંટીને
પાછા જતા મગરૂબ વિજેતાની
તરસ છીપાવવા
મેં જ્યારે પાણીનો પ્યાલો ધર્યો
ત્યારે શરમનો માર્યો એ બોલી ઉઠ્યો-
હું તારાથી અભડાઉં છું.
તારું પાણી નહીં પીઉં.

No comments:

Post a Comment