Tuesday, August 2, 2011

લેફ્ટ રાઇટ



મૂઢ નગરના બધિર કાન ઝીલે પડઘા
લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ
શબ શાંતિનું ક્રોસિંગ વચ્ચે લોહીઝાણ
લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ
બેયોનેટ પરમ પૂજ્ય પરમાત્માનું નામ છે
લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ
હારતોરા કરતી ભક્તજનોની ભીડ
લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ
ભય અભય છે; નિર્ભયથી પામો ભય
લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ
બીજા સહુ ભયભીત, બાકી બધા ભયભીત
લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ

No comments:

Post a Comment