Tuesday, August 2, 2011

એક માણસકવિતા




પોતાનો ચહેરો છુપાવીને
ભીડમાં ઓગળી જવાનો પ્રયાસ
એણે કેટલી વાર કર્યો?
એને યાદ નથી.
એને ખબર હતી?
દરેક પ્રયાસે એ નિષ્ફળ જવાનો હતો.
એણે કામ બદલ્યાં,
ગામ બદલ્યાં,
નામ બદલ્યાં,
એને ક્યાંય પ્રુથ્વીનો છેડો જડ્યો નહીં
દર વખતે રેતીમાંથી મોઢું કાઢી એ આકાશ તરફ જોતો
ફળ ખાવા બદલ શિક્ષા કરનાર પિતાનું બોખું મોં અટ્ટહાસ્ય કરતું રહ્યું.
ધરતી પર અદબ વાળીને બેઠેલાં વ્રુક્ષો
ડોકું ધુણાવતાં રહ્યાં, ને તિ, ને તિ, ને તિ...
ઓફિસટાઇમે બસ પકડવા દોડી રહેલા માણસે  એનો હાથ તરછોડ્યો
એને ઉતાવળ હતી.
છેવટે,
એણે નીચું મોં કરીને ચાર પગે વિચરતા
એક પ્રાણીની આંખમાં જોયું....

No comments:

Post a Comment