Tuesday, August 2, 2011

ભોજપરા



આંસુ ક્યાંથી ઊછીનું માગે?
જીવ્યા વિના અહીં કોને ચાલે?
એક ઓર ભવની ભવાઇ ભેરુ બની ગયું આ ભોજપરા.
દેશકાળમાં દુકાળ પડ્યો છે,
માણસમાંથી માણસ ખર્યો છે.
કોણ ગાશે ગાંડા તારી સિતમગાથા?

એક ઓર ભવની ભવાઇ ભેરુ બની ગયું આ ભોજપરા.
ચપટી દાણો,અડધો ખાડો,
રોતી આંખો, ધ્રૂજતો માળો
ક્યારે આવશે બચ્ચા તારો ઉપરવાળો?
એક ઓર ભવની ભવાઇ ભેરુ બની ગયું આ ભોજપરા.
વાતે વાતે માડી વખત ખૂટ્યો છે,
શાસન કરવાવાળો શાણો, ખૂટલ બન્યો છે.
કોણ ચીભડાં જણશે? વાંઝણી બની ગૈ વાડો.
એક ઓર ભવની ભવાઇ ભેરુ બની ગયું આ ભોજપરા.
માંગણજાયા મુઠઠી તાંદૂલ માગી લીધા.
ભૂખ ભાંગવા બટકા સારું ઝાંવાં કીધાં.
ક્યમ ભાગશે ભવની ભાવઠ, કહી ગયાં શું કાશી-કાબા?

એક ઓર ભવની ભવાઇ ભેરુ બની ગયું આ ભોજપરા.

No comments:

Post a Comment