Tuesday, August 2, 2011

નવનિર્માણના યુવાન શહીદોને





















તમે પણ ક્યારેક
અહીં આશ્રમ રોડ પર
થિયેટરની લાઇનમાં હાથમાં ડાયરી લઇ ઉભા હતા.
હજી નદીકિનારે ગેરકાનૂની ફાઇવસ્ટાર હોટલ બની નહોતી.
અલબત્ત, માણેક ચોકમાં સાડીની દુકાને બેસતા
શેઠીયાની ફાંદ જેવી
ઝુંપડપટ્ટી વિસ્તરી રહી હતી.
એવામાં રસ્તા પર વાહનોના અવાજથીય વધુ તીવ્ર
ભ્રષ્ટાચારનો અવાજ ગૂંજી રહ્યો.
આત્માનો અવાજ વજનદાર કોથળીઓ  નીચે ચગદાઇ મર્યો.
તમે રાજ્સત્તાના બ્લેક આઉટ સામે ક્રાંતિની મશાલ બની આવ્યા.

No comments:

Post a Comment